મહાકુંભમાં સ્ટીવ જોબ્સના પત્ની સહિત અનેક વિદેશી મહેમાનોની પવિત્ર ડૂબકી

મહાકુંભમાં સ્ટીવ જોબ્સના પત્ની સહિત અનેક વિદેશી મહેમાનોની પવિત્ર ડૂબકી

મહાકુંભમાં સ્ટીવ જોબ્સના પત્ની સહિત અનેક વિદેશી મહેમાનોની પવિત્ર ડૂબકી

Blog Article

ઉત્તરપ્રદેશના પ્રયાગરામમાં સોમવાર, 13 જાન્યુઆરીથી ચાલુ થયેલા મહાકુંભ મેળામાં એપલના સહસ્થાપક સ્ટીવ જોબ્સના વિધવા લોરેન પોવેલ જોબ્સ અથવા ‘કમલા’ સહિતના અનેક વિદેશી મહેમાનો ઉમટી પડ્યાં હતાં અને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી. મહાકુંભના પહેલા અમૃત સ્નાનમાં ભાગ લેવા માટે અમેરિકા, યુકે, રશિયા, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, ઇટલી, જર્મની, આર્જેન્ટીના સહિત અનેક દેશોના લોકો આવ્યા હતા અને ‘હર હર ગંગે’ના નાદ સાથે ત્રિવેણીમાં ડૂબકી લગાવી હતી.

એપલ કંપનીના સહસ્થાપક સ્ટીવ જોબ્સના પત્ની લોરેન પોવેલ જોબ્સ શનિવારે કાશીમાં બાબા વિશ્વનાથના દર્શન કર્યા હતાં. કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કર્યા પછી લોરેન પોવેલ જોબ્સ પ્રયાગરાજ જઈ ગંગામાં પવિત્ર સ્નાન કર્યું હતું.
અમેરિકન આર્મીના ભૂતપૂર્વ સૈનિકથી સંન્યાસી બનેલા માઈકલ હવે ‘બાબા મોક્ષપુરી’ તરીકે ઓળખાય છે. ધાર્મિક યાત્રા અંગે તેમણે જણાવ્યું હતું કે “હું પરિવાર અને કારકિર્દી ધરાવતો એક સામાન્ય માણસ હતો. પરંતુ મને સમજાયું કે જીવનમાં કંઈપણ કાયમી નથી, તેથી હું મુક્તિ માર્ગ પર ચડ્યો છું. જુના અખાડા સાથે સંકળાયેલા, માઇકલે સનાતન ધર્મના પ્રચાર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે.પ્રયાગરાજમાં આ મારો પહેલો મહા કુંભ છે, અને આધ્યાત્મિક સ્પંદનો અસાધારણ છે.

મહાકુંભમાં દક્ષિણ કોરિયન યુટ્યુબર્સથી લઈને જાપાન અને યુરોપના પ્રવાસીઓ આવ્યાં છે.ત્રિવેણી સંગમમાં મુક્તિની શોધમાં પહેલીવાર ભારત આવેલા બ્રાઝિલના ભક્ત ફ્રાન્સિસ્કોએ જણાવ્યું હતું કે પ્રથમ અમૃત સ્નાનમાં ભાગ લેવો એ એક અદભૂત અનુભૂતિ છે. હું પહેલીવાર ભારત આવ્યો છું, હું યોગાભ્યાસ કરું છું અને મુક્તિની શોધમાં છું. ભારત વિશ્વનું આધ્યાત્મિક હૃદય છે. ગંગાનું પાણી ખૂબ ઠંડું હતું, પરંતુ ડૂબકી માર્યા પછી મારું હૃદય હૂંફથી ભરાઈ ગયું હતું.
સ્પેનથી આવેલા અન્ય એક ભક્તે જણાવ્યું હતું કે ‘હું ગંગામાં ડુબકી લગાવ્યા પછી ખૂબ જ ભાગ્યશાળી અનુભવું છું. અમારે અહીં સ્પેન, બ્રાઝિલ, પોર્ટુગલના ઘણા મિત્રો છે… અમે આધ્યાત્મિક યાત્રા પર છીએ.’

દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી એક ભક્તે કહ્યું, ‘તે ખૂબ જ સુંદર છે. અહીંના રસ્તા સ્વચ્છ છે, લોકો ખૂબ મૈત્રીપૂર્ણ અને ખુશ છે… અમે સનાતન ધર્મનું પાલન કરીએ છીએ.

Report this page